Saturday, April 2, 2011

Gujarati Suvichar

હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ

આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
–ચાણક્ય

સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન

જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
–ગુરુ નાનક

સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ

પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ

વ્યસ્તતા સારી બાબત છે, અતિ વ્યસ્તતા અસ્તવ્યસ્તતા સર્જે તો નુકશાન કરે છે.

બુદ્ધિશાળી – તેજસ્વી માણસ કરતા સમજદારની આબરુ વધારે ગણાય.


કોઈ શું કહેશે તેને બદલે આત્મા શું કહેશે તેનો વિચાર કરો.



તમે સાચા હોવ તો તેને સાબિત કરવાની જરૂરી નથી. એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે.








La

Krushnayan + Draupadi - Combo of 2 Book - By Kajal Oza Vaidya (Gujarati Novel ) Buy Now